કાર્યવાહી:ડભાલ ગામેથી વાડામાં સંતાડેલો દારૂ ઝડપાયો, પોલીસે રૂ.17 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ઝઘડિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા તાલુકાના ડભાલ ગામેથી પોલીસે એક ઘરના પાછળના વાડામાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી લીધો હતો. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતીકે ડભાલ ગામે રહેતા જયંતી ચુનીલાલ વસાવા પોતાના ઘરે ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારુ લાવીને વેચાણ કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા આ ઇસમ ઘરે હાજર મળ્યો નહતો. પોલીસે ઘરના પાછળના વાડાના ભાગે તપાસ કરતા એક મીણીયા થેલામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂ. 17 હજાર ના ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારુ વેચાણ કરવાના ઇરાદે રાખનાર અને રેઇડ દરમિયાન ઘરે હાજર નહી મળેલ જયંતી ચુનીલાલ વસાવા રહે. ગામ ડભાલના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...