તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરાનગતિ:પોલીસ કોરોનાના નામે વાહન ચાલકોને દંડી રહી છે, MLA

ઝઘડિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકો ઝઘડિયાથી આગળના ગામે વાહનો મૂકી ચાલતા આવે છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રેન્જ આઈજીની સૂચના થી ઠેરઠેર ખાનગી વાહનો તેમજ માલવાહક વાહનોની ચકાસણી કરવામાં આવતી હતી. ચૂંટણી સમયમાં આ ચકાસણી બંધ કરવામાં આવી હતી. ચૂંટણી પત્યા ના તુરંત બાદ ફરીથી ઝઘડિયા પોલીસે વાલિયા ચોકડી નજીક વાહન ચકાસણીના નામે લોકોને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ ઝઘડિયાના ધારાસભ્યએ ઝઘડિયા પોલીસ પર કર્યો છે. ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ઝઘડિયા પોલીસ કોરોના નામે વાહનચાલકોને આડેધડ ડંડી રહી છે.

વાલિયા ચોકડી ખાતે રોજના સેંકડો વાહનોને અટકાવી ચકાસણીના નામે તેઓ પાસેથી ભારે દંડ ફટકારી વાહન ચાલકોમાં ભય ફેલાવી રહ્યો છે! રોજિંદા સેકડો વાહનચાલકો અટકાવી માત્ર બે ત્રણ જ કેસ કરવામાં આવે છે બાકીના પાસેથી ખોટા દંડના નામે પૈસા વસુલાત કરી રહયા છે! વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝઘડીયા થી વંઠેવાડ, કંચનપરી, દરિયા, વાસણા, મોરણ, ધારોલી, સેલોદ, ફૂલવાડી, તલોદરા લીંભેટ વિગેરે ગામોમાંથી ઝઘડીયામાં વાહનચાલકો પોલીસની વાહન ચકાસણીના નામે થતી હેરાનગતિના કારણે વંઠેવાડ ગામે પોતાના વાહનો મૂકી અન્ય વાહનો તેમજ માં તેમજ ચાલતાં ઝઘડિયા પહોંચે છે અને ઝઘડિયા તેમનું કામ પતાવી પરત વંઠેવાડથી તેમના વાહનો લઇ ગામડે જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો