કાર્યવાહી:મુલદ ટોલપ્લાઝા પાસે ચા વેચતી બે મહિલા સામે પોલીસ ફરિયાદ

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે પર ટ્રાફિકમાં અડચણરૂપ લારીઓ હોવાની રાવ

ભરૂચના મુલદ ટેકસપ્લાઝાની આસપાસ ચા સહિતની વસ્તુઓનું વેચાણ કરી લારીઓનો રાફડો ફાટી નીકળ્યો હોવાથી ટ્રાફિકમાં અડચણ ઉભી થવાની સાથે અકસ્માતનો ખતરો વધી ગયો છે. આવા સંજોગોમાં ઝઘડીયા પોલીસે લારીધારક બે મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી આગળ હાઇવે પર ટોલનાકા નજીક વર્ષોથી કેટલાક ગરીબ પરિવારો ચા તેમજ ખારીસીંગ જેવી વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે. આ સ્થળે ઝઘડિયા પોલીસની હદમાં આવતા વિસ્તારમાં પોલીસે ચા વેચતી બે મહિલાઓ સામે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો. મુલદથી આગળ ટોલનાકા પાસે કેટલાક લોકો રોડની બહાર લગાડેલ એંગલ નજીક કેબિન ઝુંપડી જેવું બનાવીને ચા જેવી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે.

મુલદ ગામની અમિતા વસાવા અને મનીષા વસાવા નામની બે મહિલાઓ પણ આ સ્થળે ચાનું વેચાણ કરે છે. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ રોડની બાજુમાં લોખંડની એંગલની સાથે ચાની કેબિન ઝુંપડી જેવું બનાવીને ચાનું વેચાણ કરાતા કેબિન પાસે ચા પીવા ઉભા રહેતા વાહનચાલકો રોડ પર વાહન પાર્ક કરતા હોવાથી લોકોને તેમજ વાહનચાલકોને અવરજવરમાં અડચણરૂપ બને છે. પોલીસે ચાનો ધંધો કરનાર ઉપરોક્ત બન્ને મહિલાઓ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...