નેત્રંગ તેમજ ઝઘડિયા તાલુકાના ઘણા ગામોને સાંકળતા બસ રૂટ લાંબા સમયથી બંધ હતાં ત્યારે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાની રજૂઆત બાદ એસટીએ રુટો ચાલુ કરતાં અનેક ગામોના સેંકડો મુસાફરોને રાહત સાંપડી છે. ધારાસભ્યે જાણે બસમાં મુસાફરી કરી હતી. નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો મુગજ,મચામડી, વાંકોલ, વણખૂટા, સજણવાવ અને ખાખરીયા જેવા ગામોના લોકોમાટે રાજપારડી ઝઘડિયા તરફ જવા આવવા બસ સુવિધાનો અભાવ હતો.
સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોની રજુઆતને લઇને ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા ઘણા વર્ષોથી બંધ પડેલ બસ સેવા ફરીથી ચાલુ કરાવી છે. સોમવારના જેસપોર ચોકડી પર બસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકા ભાજપા પ્રમુખ મનસુખ વસાવા,ઝઘડીયા તાલુકા પંચાયત ન્યાય સમિતિના અઘ્યક્ષ જયેન્દ્ર વસાવા, ક્વોરી એસોસિયેશનના પ્રમુખ ચંદ્રકાંત વસાવા, મોટા સોરવાના સરપંચ નિલેશ વસાવા, કાંટોલના સરપંચ સુભાષ વસાવા, સજણવાવના સરપંચ જાગૃતિબેન વસાવાની ઉપસ્થિતિમાં બસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રીતેશ વસાવાએ પણ બસમાં મુસાફરોની સાથે મુસાફરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.