કાર્યવાહી:સીવણ ક્લાસમાં ગયેલી પરિણીતા રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ

ઝઘડિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપારડી નજીક નાની જંબોઈ ગામની ઘટના

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સીવણ ક્લાસ કરવા આવતી 20 વર્ષીય પરિણિતા રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાની ઘટના બનવા પામી છે. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના નાનીજાંબોઇ ગામની કિંજલબેન સંજય વસાવા નામની 20 વર્ષીય યુવતી રાજપારડી ચાર રસ્તા નજીક ચાલતા એક સીવણ ક્લાસમાં તાલિમ માટે આવતી હતી.

તા.5 મીના રોજ કિંજલ સીવણ ક્લાસમાં આવી હતી. સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ તે સીવણ ક્લાસમાંથી બહાર નીકળી હતી. પરંતું ત્યારબાદ તે તેના ઘરે પહોંચી નહતી. પરિવારજનોએ લાપતા થયેલ કિંજલની શોધખોળ કરવા છતાં તે મળી નહતી.

કિંજલ સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ કોઇને કંઇ કહ્યા વિના ક્યાંક જતી રહી હોઇ કિંજલના પતિ સંજય એ રાજપારડી પોલીસમાં પોતાની પત્નિ ગુમ થવા બાબતની જાણ કરી હતી. આ 20 વર્ષીય પરિણિતા કિંજલ ગુમ થવાની ઘટનામાં હાલતો રહસ્ય સર્જાયુ છે. રાજપારડી પોલીસે કિંજલના પતિની ફરિયાદ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...