રાહત:ઝઘડીયા ગામમાં બસની એક વર્ષ બાદ અવર જવર

ઝઘડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત સપ્ટેમ્બર 2019 થી ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટર ના પત્ર થી ગામમાંથી બસો ફક્ત જતી હતી પરંતુ પરત આવતી ન હતી જેના કારણે તમામ લોકોને ત્રણ રસ્તાથી ચાલીને આવવું પડતું હતું વહેલી સવારે તથા રાત્રીના સમય દરમ્યાન કોઈ જ સાધન મળતું ન હોય મોટી ઉમરના લોકો તથા ભારે સામાન સાથે આવતા મુસાફરોને ખૂબ તકલીફ પડતી અને લોકો એસ.ટી.બસને બદલે ખાનગી વાહનોમાં પ્રવેશ કરતા આથી જ ઝઘડિયાના ગ્રામજનો દ્વારા ઝઘડિયા પી.આઈ.પી.એચ.વસાવા સમક્ષ લોકોની તકલીફો વિસ્તૃતિ જાણ કરતા ઝઘડિયાના યે તાત્કાલિક જગ્યા ડેપો મેનેજર ને ઝઘડિયા ગામમાંથી બસની અવર-જવર શરૂ કરવા પત્ર દ્વારા જાણ કરી હતી આ દરમિયાન ઝઘડિયા ગ્રામજનો ઝઘડિયા ડેપો મેનેજરને પણ રૂબરૂ મળી તાત્કાલિક ઝઘડિયા ડેપોની તમામ રૂટની સંચાલન ગામમાં થઈને કરવા રજૂઆત કરતા તેઓએ બને એટલી ઝડપથી રૂટનું સંચાલન કરવા સૂચના આપી હતી આ સિવાય ભરૂચ તથા આણંદ માટે વધારાનો રૂટ શરૂ કરવા પણ વિનંતી કરી હતી.

ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક કરીને જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે
ઝઘડિયા ગામમાંથી બસનું આવવાનુ શરૂ કરવામાં આવેલ છે પરંતુ જો કોઈ ઝઘડિયા ગામમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક કરીને જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે,અને જેની દુકાનની સામે પાર્ક કરેલા હશે તેની સામે પણ કાર્યવાહી થશે. > પી.એચ.વસાવા, PI ઝઘડીયા

અન્ય સમાચારો પણ છે...