આદેશ:ઉમલ્લા પંચાયતના તલાટીને 20 દિ’માં RTIની માહિતી આપવા TDOનો હુકમ

ઝઘડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માહિતી નહીં આપતા તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરી હતી
  • ગ્રામ પંચાયતે કરેલા વિકાસ કામોની વિગતો નાગરિકે માંગી હતી

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રહેતા સાગર મુકેશ વસાવા ગત ઓગસ્ટ માસમાં તાલુકા પંચાયત પાસે માહિતી અધિકારી કાયદા હેઠળ ઉમલ્લા ગ્રામ પંચાયતની હદમાં સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ વિવિધ વિકાસના કામોની માહિતી માંગી હતી.

જેમાં 2018-19, 2020-21 તથા 12-8-21ના સુધીમાં નાણાપંચ આયોજનમાં મંજુર થયેલ વિકાસના કામોના પ્લાન એસ્ટીમેટ, વર્ક ઓર્ડર, પૂર્ણ કરેલ વિગત તથા જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદસભ્યની ગ્રાન્ટ તથા ગુજરાત પેટર્ન યોજના તાલુકા પંચાયત સ્વભંડોળમાંથી મંજુર થયેલ વિકાસના કામ માટે ફાળવેલ નાણાની વિગત અને વિકાસના કામો હાલ કાર્યરત કેટલા છે, કેટલા કામ બાકી છે, અને પૂર્ણ કરેલ કામોના સ્થળની વિગત, ઠરાવ અને કામ કરનાર એજન્સીનું નામ, વાઉચર બિલ, રોજમેળ ની દરેક પાનની અને બેંક‌ ઓફ બરોડા ઝઘડીયા શાખા ભારતીય સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા શાખા, ભરૂચ ડીસ્ટ્રીક બેંક ઉમલ્લા શાખા, બેન્ક ઓફ બરોડા ઉમલ્લા શાખા ના દરેક બેંક નું સ્ટેટમેન્ટ દરેક બેંકની પાસબુક પાનની પ્રમાણિત નકલો સાથેની માહિતી માંગી હતી. અરજદાર સાગર મુકેશ વસાવા દ્વારા ઝઘડિયા તાલુકા પંચાયતમાં માહિતી માંગવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...