અકસ્માત:ઝઘડિયાના હરિપુરા ગામે કાર ખાડામાં ઉતરી જતા એકનું મોત

ઝઘડિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા અભ્યાસ કરતી દીકરીને મળીને પરત આવતા અકસ્માત
  • મૃતકની સાથે કારમાં આવી રહેલા 11 વર્ષીય પુત્રનો આબાદ બચાવ

ઉમલ્લાના નવા ફળિયામાં રહેતા મિતેષભાઇ જયવંતભાઇ દેસાઇ તા.૬ ઠ્ઠીના રોજ સવારના દસ વાગ્યાના સમયે વડોદરા ખાતે કોમ્પ્યુટરના ક્લાસ કરતી તેમની દિકરી રેનાબેનને મળવા પોતાની કાર લઇને ૧૧ વર્ષીય પુત્ર વિહીતની સાથે વડોદરા ગયા હતા.દરમિયાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પાછા ફરતી વખતે ઉમલ્લા નજીક આવતા સંજાલી અને હરિપુરા ગામના પાટિયાં વચ્ચેથી પસાર થતા બાજુના રોડ ઉપર સામેથી આવતા વાહનના પ્રકાશથી અંજાઇ જવાથી તેઓએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડની નીચે ખાડામાં ઉતરી જતા કાર ચાલક મિતેષભાઇને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

અકસ્માતની જાણ મિતેષભાઇના મિત્ર નિલેશભાઇ પદમકાંતભાઇ પટેલ રહે.ઉમલ્લાને થતાં તેઓ તરત ઘટના સ્થળે દોડી ગયા હતા.ત્યાં જઇને જોતા મિતેષભાઇ બેભાન હાલતમાં ડ્રાઇવર સીટ પર પર સ્ટીયરિંગ પર માથુ નાંખી દીધેલ હાલતમાં જણાયા હતા.આ અકસ્માતમાં તેમની સાથે રહેલા તેમના પુત્ર વિહીતને કોઇ ઇજા થયેલ ન હતી.ઇજાગ્રસ્ત બેભાન મિતેષને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...