તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દુમાલા વાઘપુરા પંચાયતના તલાટીને 15 દિવસમાં ખુલાસો કરવા નોટિસ

ઝઘડિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરટીઆઇમાં માંગેલી માહિતી નહીં આપતા ટીડીઓમાં અપીલ થઇ હતી

ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે રહેતા અજય ચુનિલાલ વસાવા નામના ઇસમે ગત જૂન માસમાં ગ્રામ પંચાયતના તલાટી પાસે માહિતી અધિકારી કાયદા હેઠળ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતની હદમાં સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ વિવિધ વિકાસના કામોની માહિતી માંગી હતી, અરજદાર અજય ચુનીલાલ વસાવા દ્વારા માંગવામાં આવી હતી.

પરંતુ માહિતી માંગનારને ગ્રામ પંચાયત દુમાલા વાઘપુરા દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવામાં આવેલ નથી જેથી તેણે અપીલ સત્તા અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ઝઘડિયા ને રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ ૨૦૦૫ હેઠળ અપીલ કરી હતી. અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવેલી અપીલના સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી માહિતી ન મળી હોવાથી પ્રથમ અપીલ અરજીની સુનાવણી તા.૧૧.૮.૨૧ ના રોજ તથા બીજી સુનાવણી તા. ૨૫.૮.૨૧ ના રોજ તથા ત્રીજી સુનાવણી તા.૧.૯.૨૧ ના રોજ રાખવામાં આવી હતી.

તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાખવામાં આવેલ ત્રણેય સુનાવણીમાં અરજદાર અજય વસાવા હાજર રહ્યો હતો ત્યારે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી ત્રણે સુનાવણીમાં હાજર નહીં રહ્યા હતા. જેથી ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...