આક્ષેપ:BJPના કાર્યકરો પર હુમલો કરનાર સામે કાર્યવાહી કરવા સાંસદનો ગૃહમંત્રીને પત્ર

ઝઘડિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ તંત્ર મુકપ્રેક્ષક બની ગુનેગારોને છાવરતી હોવાના આક્ષેપ

ઝઘડીયાના દરીયા ગામે 02 જાન્યુઆરીના રોજ નવીનભાઈ બાબુભાઈ વસાવા પર બી.ટી.પી.ના આગેવાનોએ જીવલેણ હુમલો કર્યો હતો , આ હુમલામાં નવીનભાઈ વસાવાને પાઈપ વડે માથામાં માર મારતા તેઓને આઠ ટાકા આવ્યા હતા , આ ઘટના બન્યા પછી તરત જ હુમલો કરનારા દરીયા ગામના આરોપી રમેશ પારસીંગ વસાવા , નટવર લક્ષમણભાઈ વસાવા તથા દિનેશ મીઠાભાઈ વસાવા એમ કુલ મળીને પાંચ વ્યક્તિએ નવીનભાઈ બાબુભાઈ વસાવા પર જીવલેણ હુમલો કર્યો હતો , આજે પાંચ દિવસ થવા આવ્યા છતા પણ પોલીસે આ ગુનેગારોને પકડથા નથી કે ગામની મુલાકાતે પણ પોલીસ ગઈ નથી તેવા આક્ષેપ મનસૂખ વસાવાએ કરયા હતા અને જણાવ્યું હતુ કે જો આજ જ પ્રકારે બી.ટી.પી. તથા કોંગ્રેસના સરપંચની ચુંટણીમાં હારેલા ઉમેદવારોએ વિજય થયેલા લોકો પર જીવલેણ હુમલાઓ કર્યા છે .

જેમાં નેત્રંગ તાલુકાના ઘોલેગામ ખાતે તથા મુગઝ મચામડી ગામે ખુબ જ આંતક મચાવ્યો હતો , તેવી જ રીતે ઝઘડીયા તાલુકાના આમલઝર ગામે બચુભાઈ વસાવાએ તથા તેમના માણસોએ ભાજપના કાર્યકર્તા પર જીવલેણ હુમલો કર્યો હતો તથા સીથાલી ગામે ભાજપના કાર્યકર્તાની ટુવ્હીલર સળગાવી દીધી છે તથા વાલીયા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ ઘટી છે . પોલીસ તંત્ર મુકપ્રેક્ષક જોઈને ગુનેગારોને છાવરતી હોય તેમ જણાઈ છે, કેટલીક જગ્યાએ પોલીસે ( ફરીયાદ ) દાખલ કરી છે અને ભાજપના જ આગેવાનોને ગુનેગાર ઠરાવવાના પ્રયત્નો કર્યા છે .

જો તોફાની તત્વોને કડક હાથે ડામવામાં નહીં આવે તો જિલ્લામાં હરવુ ફરવુ ખુબ જ મુશ્કેલ થઈ જશે . બી.ટી.પી. તથા કોંગ્રેસના આગેવાનો તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીમાં પરાજય થતા અને ફરી ગ્રામ પંચાયતની ચુંટણીમાં બન્ને પાર્ટીના ઉમેદવારોનું ભારે ધોવાણ થવાથી તયા હાર પચાવી નહી શકવાના કારણે અને વર્ષોની સત્તા છીનવાઈ જવાના કારણે બી.ટી.પી. તથા કોંગ્રેસના આગેવાનો પોતાનું અસ્તિવ ટકાવી રાખવા માટે આ રીતના તોફાનો મચાવી રહયાં છે માટે યોગ્ય કાર્યવાહી કરાવા ભરૂચ સાંસદ મનસુખ વસાવા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...