તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઝઘડીયામાં ટ્રકની અડફેટે મોટર સાઇકલ ચાલકનુ મોત

ઝઘડિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાઇક ચાલકની આગળ ચાલતા એક ટ્રક ટેલરના ચાલકે ગફલત તરીકે વાહન હંકારી બાઈક ચાલકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઘવાયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વાલીયા તાલુકાના હીરાપુર ગામે રહેતો રવિન્દ્ર ઉર્ફે જયેશ ગોરધનભાઈ વસાવા નાઓ કોઈ કામ અર્થે તેની બાઈક લઈ ઝઘડીયા જીઆઇડીસીમાં આવ્યો હતો. ઝઘડીયા જીઆઈડીસીની વિઠ્ઠલ કંપની પાસેથી તે તેની બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેની આગળ એક ટ્રક ટ્રેલર ચાલતું હતું. આ ટ્રક ટ્રેલરના ચાલકે તેના કબજાનુ વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકચાલક રવિન્દ્ર ઉર્ફે જયેશને અડફેટે લીધો હતો, જેમાં રવિન્દ્ર ઉર્ફે જયેશ ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને વધુ સારવાર અર્થે તેને એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...