તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:મોરતલાવ, બોરજાઇ પ્રાથમિક શાળા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ પહોંચી

ઝઘડિયા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
શાળાએ રજૂ કરેલી કૃતિ - Divya Bhaskar
શાળાએ રજૂ કરેલી કૃતિ
 • કપડાં ધોવાનું સાધન અને ઇકો ફ્રેન્ડલી સોલાર પેનલનું મોડલ રજુ કર્યુ

ઝઘડીયા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ સતત છેલ્લા સાત-આઠ વર્ષથી સાતત્યપૂર્ણ દેખાવ કરી રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાએ સાયન્સ ફેરમાં પહોંચે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના સમયમાં શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ બંધ નહીં એ વાક્યને સાર્થક કરવા તમામ શાળાઓ ઓનલાઇન શિક્ષણ તરફ વળી છે. ચાલુ વર્ષનો સાયન્સ ફેર પણ વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવ્યો હતો. જિલ્લાકક્ષાના સાયન્સ ફેરમાં ઝઘડીયા તાલુકાની શાળાઓ એ ઉત્તમ દેખાવ કરી રાજ્ય કક્ષા માટે પસંદગી પામી છે.

આવી અનોખી સિદ્ધિ કોઈ સરકારી શાળાઓ એ મેળવી હોય તેવું સાંભળવા મળતું નથી, પરંતુ આ અનોખી સિદ્ધિ ઝઘડિયા તાલુકાના મોરતલાવ અને બોરજાઈ શાળાએ પ્રાપ્ત કરી છે. વર્ષ ૨૦૨૦-૨૧ ના જિલ્લાકક્ષાના સાયન્સ ફેરમાં પ્રાથમિક શાળાઓ તથા પ્રાઇવેટ ઇંગ્લીશ મીડીયમ શાળા એ પણ ભાગ લીધો હતો. આ તમામ શાળાઓ વચ્ચે ઝઘડિયા તાલુકાના મોરતલાવ તથા બોરજાઈ ગામની સરકારી પ્રાથમિક શાળા એ બનાવેલ પ્રોજેક્ટ ઉત્તમ દેખાવ કરતા રાજ્યકક્ષાના સાયન્સ ફેરમાં તેની પસંદગી થઈ છે.

મોરતલાવ શાળાના વિજ્ઞાનશિક્ષક નીરવ પટેલ અને બોરજાઈ શાળાના વિજ્ઞાનશિક્ષક અલ્પેશ પટેલના માર્ગદર્શન હેઠળ યશકુમાર વસાવા, રાકેશ વસાવા, વિકાસ વસાવા, મયંક વસાવા દ્વારા વર્કિંગ સાયન્સ પ્રોજેક્ટ “પ્રાચીન સમયનું કપડાં ધોવાનું સાધન” અને “ઇકો ફ્રેન્ડલી સોલાર પેનલ” નું મોડલ રજુ કરી વિદ્યાર્થીઓએ પોતાની ધારદાર સ્પીચ તથા નિર્ણાયકોના સવાલોના ખૂબ સારી રીતે જવાબ આપી સફળતા મેળવી હતી. રાજ્ય કક્ષાએ પહોંચેલી મોરતલાવ તથા બોરજાઈ શાળાના પરિવારને તાલુકા શિક્ષણ અધિકારી તથા બીઆરસી, સીઆરસી અને લાઇઝન અધિકારી તથા ભરૂચ ડાયેટ ના સલાહકાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો