સમસ્યા:ઝઘડિયા GIDCમાં કંપની પાસે ઉછેરેલા 50થી વધુ નીલગીરીના ઝાડ બળી ગયા

ઝઘડિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નીલગીરીના ઝાડને ગેસ અથવા પ્રદૂષિત પાણી લાગતાં સુકાયા

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ અનુપમ રસાયણ કંપની ની બાજુમાં ઝઘડિયા જીઆઇડીસીનો એક ખાલી પ્લોટ આવેલ છે. આ પ્લોટમાં નીલગીરી ના વૃક્ષો વાવેતર કરાયેલ હતા. બે દિવસ પૂર્વે આ નીલગીરીના મોટા ઝાડના પાન તથા નાની ડાળીઓ કોઈ કારણોસર બળીને સુકાઈ ગઈ છે.

નીલગીરીના ઝાડ પર આવી અસર થવાનું કારણ ગેસ લાગવાની ઘટના હોઈ શકે અથવા તો પ્રદૂષિત પાણી ફરી વળ્યા હોય તો આખા ઝાડ ઉભા સુકાઈ ગયા છે .મળતી માહિતી પ્રમાણે પ્લોટની બાજુમાં આવેલ કંપનીમાંથી કોઈ ગેસ વછૂટવાની ઘટના અથવા પાણી છોડવાની ઘટનાના કારણે થી વધુ નીલગીરીના ઝાડ ઉભા સુકાઈ ગયા છે. આ બાબતે હજી સુધી જીપીસીબી કાર્યવાહી કરેવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...