તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ધારાસભ્ય છોટુ વસાવાએ કોવિડ માટે 25 લાખ આપ્યા

ઝઘડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયામાં કોરોનાની સારવાર માટે ફાળવ્યા

કોરોના સંક્રમણને અટકાવવા ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પ્રકારની સુવિધા કોરોના સંક્રમણ પહેલા અને હાલમાં પણ અમુક વિસ્તારોમાં અછત છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોરોના વાયરસ ના સંક્રમણને અટકાવવાઅને તેની સારવાર હેતુ માટે ધારાસભ્યની ગ્રાન્ટ 2021-22માં તેના કામ માટે મંજુર કરવા જિલ્લા આયોજન અધિકારી ભરૂચને પત્ર લખ્યો છે.

ધારાસભ્ય તેમના પત્રમાં જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને તેના સારવાર હેતુ માટે પ્રશાસન દ્વારા આ વિસ્તારમાં કોરોના દર્દીઓનું પ્રમાણ વધારે હોવાથી તેમના માટે બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન અને આરટીપીસીઆર ટેસ્ટ કીટ અને ઓક્સિજનના અભાવે દર્દીઓ મૃત્યુ પામતા હોય છે, લોકોની રજૂઆતો ધ્યાને લઇ ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને ખરેઠા સેન્ટરમાં બેડ રેમડેસિવિર ઇન્જેક્શન અને RTPCR ટેસ્ટ, ઓક્સિજનનો જથ્થો સમયસર મળી રહે તે માટે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા 25 લાખની રકમ ફાળવણી કરી મંજુર કરવા ભલામણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...