તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઝઘડિયા સહિતના ચાર ગામના બજારો ગુરૂવાર રાતથી સોમવાર સવાર સુધી બંધ

ઝઘડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના સંક્રમણને અટકાવવા પંચાયત દ્વારા લેવામાં આવેલો નિર્ણય

વાલીયા નેત્રંગ તાલુકામાં દિવસે દિવસે કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાના લક્ષણો જેવી બીમારીની ફરિયાદો ઉઠવા પામી છે. ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, વાલિયા, નેત્રંગ વેપારી મથક હોય અહીં સૌથી વધુ ગામડાઓના લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવા, કાચો માલ વેચવા તથા સરકારી કામ અર્થે આવતા હોય છે, તેવા સંજોગોમાં કોરોના નું સંક્રમણ વધવાની દહેશત રહે છે. કોરોના સંક્રમણને મહાત આપવા સરપંચો હવે મેદાનમાં ઉતર્યા છે.

ગતરોજ ઝઘડિયા સુલતાનપુરા, રાજપારડી, ઉમલ્લા, વાલિયા, નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સંકલન સાધી ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારમાં જાહેર જનતાજોગ એક વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાનુ સંક્રમણ વધવાના પગલે ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકા મથકના બજારો ઉપરાંત મોટા ગામડાઓના બજારો ગુરુવારે રાત્રે થી એટલે કે શુક્ર, શનિ અને રવિવારે વેપાર-ધંધા સદંતર બંધ રાખવા અને સ્વેચ્છિક લોકડાઉન રાખવા અપીલ કરવામાં આવી હતી, આજરોજ શુક્રવારથી બંધ થયેલ બજારો મા સંપૂર્ણ લોકડાઉન રાખી સોમવારે સવારે રાબેતા મુજબ બજારો ખુલશે

અન્ય સમાચારો પણ છે...