ચૂંટણી:ઝઘડિયામાં મહેશ વસાવાએ ચૂપચાપ ઉમેદવારી નોંધાવી દીધી

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકેદારે તેમનું ફોર્મ ચૂંટણી અધિકારીને આપ્યું

ઝઘડિયામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારોને લઇ પિતા અને પુત્ર વચ્ચે કડવાશ ઉભી થઇ છે. છોટુ વસાવાનો ગઢ ગણાતી ઝઘડીયા બેઠક પર તેમના પુત્ર મહેશ વસાવાએ પોતાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે શુક્રવારે મહેશ વસાવા જાતે ઉમેદવારીપત્ર ભરવા હાજર રહયાં ન હતાં પણ તેમના નામની દરખાસ્ત કરનારે તેમનું ઉમેદવારીપત્ર ચુંટણી અધિકારીને આપ્યું હતું.

ઝઘડિયા બેઠક પરથી ભારતીય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવા સાત ટર્મથી જીતતા આવ્યાં છે પણ ચાલુ ચુંટણીમાં છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા વચ્ચે ખટરાગ ઉભો થયો છે. મહેશ વસાવાએ ઝઘડિયા બેઠકના ઉમેદવાર તરીકે પોતાના નામની જાહેરાત કરી પિતાનું પત્તુ કાપી નાંખ્યું હતું. બીજી તરફ મહેશ વસાવાને ભાજપ ડેડિયાપાડામાંથી ટિકિટ આપે તેવી અટકળ ચાલી રહી છે. આ બધાની વચ્ચે મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધું હોવાનું સામે આવ્યું છે.

બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાના નામનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. મહેશ વસાવાના ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર ઈશ્વર વસાવા નામના દરખાસ્ત કરનારે મહેશ વસાવા વતી તેના ઉમેદવાર મહેશ વસાવાનુ ઉમેદવારી પત્રક ઝઘડિયા વિધાનસભાના ચૂંટણી અધિકારીને આપી દીધું છે. બીટીપી દરેક ચુંટણીમાં રેલી સ્વરૂપે ઉમેદવારીપત્રો ભરતી હોય છે પણ આ વખતે ચુપચાપ ઉમેદવારી પત્ર ભરી દેવાયું છે. પિતા અને પુત્ર વચ્ચે ચાલી રહેલાં ડખાના કારણે ભારતીય ટ્રાયબલ પાર્ટીના અસ્તિત્વ સામે જ સવાલો ઉભા થઇ ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...