ફફડાટ:વેલુગામમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંજરૂ મુકવા માટે વન વિભાગના અખાડા

ઝઘડિયાના વેલુગામમાં દીપડાએ દેખા દીધા બાદ ગ્રામ પંચાયતે વન વિભાગમાં ત્રણ વખત લેખિતમાં અરજી કરી હોવા છતાં પાંજરૂ મુકવામાં નહિ આવતાં દીપડાએ ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કર્યો હતો. ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે ખેતરમાં મજૂરી કામ કરી રહેલ મહિલા રમીલાવસાવા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.આસપાસ રહેલા લોકોએ આ મહિલાને દીપડા નો શીકાર બનતા બચાવી હતી. ઇજાગ્રસ્ત મહિલાને પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

વેલુગામ, ઇન્દોર, પાણેથા ખેત વિસ્તારમાં વારંવાર માનવીઓ પર દીપડાના હુમલાથી ખેડૂતો ભયભીત બન્યા છે સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર વન વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને જો ટૂંક સમયમાં આ દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરે તો ઝઘડિયા વનવિભાગની ઓફિસ પર સમગ્ર ગ્રામજનો ભૂખ હડતાલ કરશે.

અન્ય સમાચારો પણ છે...