તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ઝઘડિયામાં કરોડોના ખર્ચે બનેલી ગટર લાઈનમાં અનેક સ્થળે લીકેજ

ઝઘડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીનપાર્ક સોસાયટીના લોકોએ રજૂઆત કરતાં તંત્રએ હાથ અધ્ધર કર્યા

ઝઘડિયાના ગામમાં સુએજ ગટર લાઈન બનાવી હતી જે જાહેરમાં વારંવાર રસ્તા પર ઉભરાતી હોય જવાબદાર ગ્રામ પંચાયત લઇ જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધીનાઓ ગટરલાઇનની ખરાબ કામગીરી અને વારંવાર થતી લિકેજ બાબતે બેદરકારી દાખવી રહ્યા છે. હાલમાં સુએજ ગટરલાઈન ઝઘડિયાની ગ્રીનપાર્ક સોસાયટી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે .

અને છેલ્લા કેટલાક દિવસથી સુએજ ગટર લાઇનનું ગંદુ પાણી પ્રદૂષિત પાણી જાહેર રોડ ઉપર રોજિંદુ ફેલાઈ રહ્યું છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદો મળ્યા બાદ પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી અને તમામ જવાબદારો એકબીજા પર ઠિકડા ફોડી રહ્યા છે. ઝઘડિયાની ગ્રીન પાર્ક સોસાયટીમાં લીકેજ થયેલ સુએજ ગટર લાઈન બાબતે ત્યાંના રહીશોએ ગ્રામ પંચાયત, ટીડીઓ, પીડબલ્યુડી સુધી આ બાબતની મૌખિક ટેલિફોનિક જાણકારી આપી હોવા હજી સુધી સુએજ ગટરલાઈન સમારકામ હાથ ધરાયું નથી.

અન્ય સમાચારો પણ છે...