અકસ્માત:રાયસીંગપુરા ગામ નજીક ટ્રક નાળામાં ખાબકી,જાનહાની નહીં

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નાળા પર લગાવેલા એંગલ તોડીને ટ્રક નાળ‍‍ામાં પડી,10 લાખનું નુકશાન
  • ધોરીમાર્ગ પર આડેધડ દોડતા વાહનોથી છાસવારે અકસ્માતો સર્જાય છે

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામ નજીક એક ટ્રક નાળામાં પડતા રૂ.10 લાખ જેટલુ નુકશાન થયુ હતુ. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે રહેતો આકાશ પાટણવાડીયા ગોવાલીથી હાઇવા ટ્રક લઇને ચાણોદ ખાતે ઓરસંગ નદીમાં રેતી ભરવા જવા નીકળ્યો હતા.દરમિયાન રાતના ટ્રક ઉમલ્લા અને રાયસીંગપુરા ગામ વચ્ચેથી પસાર થતી હતી ત્યારે સામેથી એક ફોર વ્હિલ ગાડી આવતા આ ટ્રક ચાલકે તેની ટ્રક નાળાની બાજુમાં લેતા લોખંડની એંગલ તોડીને નાળામાં પડી હતી.

સદભાગ્યે ટ્રક ચાલકને કોઇ ઇજા થઇ ન હતી. ત્રણેક દિવસ બાદ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. પોલીસે અકસ્માતની અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ધોરીમાર્ગ પર આડેધડ દોડતા વાહનોને કારણે અવારનવાર નાનામોટા અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ટ્રક નાળામાં પડવાની આ ઘટનાથી અકસ્માતની વણથંભી પરંપરા યથાવત રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...