તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:દાગીના તથા રોકડા મળી 42 હજારની મત્તાની ચોરી

ઝઘડિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાના રાજપૂત ફળિયામાં તસ્કરો ત્રાટક્યા

રાજપૂત ફળિયામાં રહેતા પ્રવિણસિંહ અભેસિંહ નકુમ ગતરોજ રાત્રિએ તેમનો પરિવાર જમી પરવારી તેમના મકાનના ઉપરના માળે સૂઈ ગયા હતા. સવારે તેમના પત્ની નીચે આવતા તેમના ઘરના લોખંડના દરવાજાને મારેલ તાળાના નકુચાને તસ્કરોએ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ કબાટની ચાવી વડે કબાટ ખોલી તેમાંથી સોનાના ઘરેણાં 4 નંગ તથા ચાંદીના 11 સિક્કા તથા રોકડા4500 ચોરી કરી ગયા હતા. સોનાના ઘરેણા ચાંદીના સિક્કા તથા રોકડા રૂપિયા મળી 42,250ની મત્તા ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પ્રવિણસિંહ નકુમે ચોરીની ઘટના બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...