તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ઝઘડિયા પંથકના લોકોને હવે વડોદરા જવું વધુ સરળ બનશે

ઝઘડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસા ગામથી માલસર વચ્ચે નર્મદા નદી પર બ્રિજનું કામ શરૂ

ઝઘડીયા તાલુકામાંથી નર્મદા નદી પસાર થાય છે. હાલ ઝઘડીયા તાલુકાના ભાલોદ અને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટીકોરલ ગામ વચ્ચે નર્મદા નદી પર પુલની સુવિધા છે. હવે અસા - માલસર વચ્ચે પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જે સંપન્ન થશે નર્મદા નદી પર બીજા પુલની સગવડ મળશે. અસા માલસર વચ્ચેનો પુલ સંપૂર્ણપણે આકાર લેશે ત્યારે ઝઘડીયા સહિત નેત્રંગ તાલુકાની જનતાને ડભોઇ વડોદરા તરફ જવા એક નવો અને ટુંકો રુંટ પ્રાપ્ય થશે. હાલ ઝઘડીયા તાલુકામાંથી ડભોઇ વડોદરા તરફ જવા માટે વાયા રાજપિપળા સેગવા થઇને જવું પડે છે.

અસા માલસર વચ્ચેનો પુલ બંધાતા આ પંથકના વાહનો ઉમલ્લાથી અસા માલસર શિનોર થઇને ડાયરેક્ટ સેગવા ચોકડી જઇ શકશે. આ નવા રુંટના કારણે આ પંથકમાંથી ડભોઇ વડોદરા જવા માટે હાલ કરતા પંદર કિલોમીટર જેટલુ અંતર ઓછુ થશે. આ નવા પુલના કારણે નેત્રંગ ઝઘડીયા તાલુકાઓની જનતાને ઉમદા સુવિધા મળતા જનતાના કિંમતી નાણાં અને સમયનો યોગ્ય બચાવ થઇ શકશે. વડોદરા મધ્ય ગુજરાતનું મહત્વનું મહાનગર હોવાથી આ પંથકની જનતાએ અવારનવાર વડોદરા ડભોઇ જવુ પડતુ હોય છે.

અન્ય સમાચારો પણ છે...