ધરપકડ:ઉમલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો

ઝઘડિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે દોરી વેચતો

ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીને પતંગ ચગાવાય તો તેનાથી માણસો ઉપરાંત પક્ષીઓને ઇજા પહોંચી શકે છે. તેથી આગામી ઉત્તરાયણ નિમિત્તે ચાઇનીઝ દોરનો ઉપયોગ તેમજ તેનું વેચાણ કરવું પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કપાટ જવાના રોડ પરની દુકાનમાં એક ઇસમ ચાઇનીઝ દોરનું વેચાણ કરતા ઝડપાયો હતો. ઉમલ્લાના ઇન્ચાર્જ પીએસઆઇ ડી.આર.વસાવા પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉમલ્લાના કપાટ જવાના રોડ પર પતંગની એક દુકાનમાં ચાઇનીઝ દોરનું વેચાણ કરતા દેવેન્દ્રભાઇ ઉર્ફે બંટીભાઇ વિઠ્ઠલભાઈ પરમાર રહે.દુ.વાઘપુરા તા.ઝઘડીયાનાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...