તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:રાજપારડીમાં સિંચાઇના સાધનો ચોરનાર પકડાયા

ઝઘડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીનો મુદ્દામાલ સાથ પોલીસ ચેકિંગમાં ઝડપાયા

રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ અને પોલીસ ટીમ વાહન ચેકિંગમાં હતા. વાહન ચેકીંગ દરમ્યાન નેત્રંગ રોડ તરફથી રાજપારડી તરફ આવતા બે ઇસમો શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા. તેમને તપાસતા એક મીણીયા થેલામાં તપાસ કરતા એક ઇન્વેટર મળી આવેલ. પોલીસની પુછપરછ દરમિયાન આરોપીઓ ભાંગી પડ્યા હતા. ઇન્વેટર ચોરીનું હોવાનું જણાતા પોલીસ પુછપરછ દરમિયાન અન્ય મુદ્દામાલ સારસા ડુંગર વિસ્તારમાં સંતાડેલ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે સિંચાઇના સાધનો ચોરીના કથિત આરોપીઓ પાસેથી ગેલ્વેનાઇઝના પતરા, લોખંડની એંગલો, દવા છાંટવાનો પંપ, ઇન્વેટર, ૧૦૦ ફુટ લાંબો રબરનો પાઇપ અને હેલોજન લાઇટ નંગ ૪ મળીને કુલ રૂ.૩૬,૨૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે પકડેલ આ ઇસમોના નામ (૧) મોતીભાઇ શનાભાઇ વસાવા રહે.અવિધા તા.ઝઘડીયા (૨) દિનેશભાઇ લાલજીભાઇ વસાવા રહે.નવા માલજીપુરા તા.ઝઘડીયા હોવાનું જણાયુ હતુ અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...