તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ઝઘડિયા પોલીસ મથકના પીઆઇ કોરોના સંક્રમિત

ઝઘડિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝઘડિયાની કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે

ઝઘડિયાના ગોવાલી, ઝઘડિયા, ધારોલી, પડવાણીયા, અવિધા, જેસપોર, પાણેથા, ભાલોદ, પીએચસી વિસ્તારોના ગામડાઓમાંથી કોરોના ના લક્ષણ ધરાવતા દર્દીઓનો રાફડો ફાટયો છે. સરકારી દવાખાનાઓમાં ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં અસંખ્ય કોરોના ના ટેસ્ટ કરવામાં આવતા મોટાભાગના કેસો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ઝઘડીયા તાલુકા પંચાયત સેવા સદન બાદ હવે કોરોના નું સંક્રમણ ઝઘડિયા પોલીસ મથકમાં પણ પગપેસારો કરી ગયું છે

ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ વસાવા પણ કોરોના થી સંક્રમિત થયા છે. અત્યાર સુધી ઝઘડિયા તાલુકાના આઠ જેટલા પીએચસી વિસ્તારોમાં ૪૫૦ થી વધુ કોરોના ના કેસો સરકારી ચોપડે નોંધાઈ ચૂકયા છે ત્યારે ખાનગી લેબોરેટરી તથા ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતાં દર્દીઓની સંખ્યા સરકારી આંકડાઓ કરતા ડબલ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો