મહેશ વસાવા હવે પિતા સામે લડશે:ઝઘડિયામાં અપક્ષ દિલીપ વસાવાએ ફોર્મ પાછું ખેંચ્યું

ઝઘડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીટીપીના મહેશ વસાવા હવે પિતા સામે લડશે

ઝઘડિયા વિધાનસભા બેઠક માટે છોટુ વસાવાનું ફોર્મ માન્ય રહેતાં તેમના પુત્ર દિલિપે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. હવે આ બેઠક પર તેમનો મુકાબલો બીટીપીના ઉમેદવાર અને તેમના પુત્ર મહેશ વસાવા ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર સાથે થશે.

બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ તેમના જ પિતાનું પત્તુ કાપી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ડેડીયાપાડાના બદલે મહેશ વસાવાએ ઝઘડિયાથી ચુંટણી લડવાનો નિર્ણય લીધો છે જેના કારણે છોટુ વસાવા પાસેથી તેમની પરંપરાગત બેઠક છીનવાય ગઇ છે.

આ બેઠક પર બીટીપી તરફથી મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તો તેમની સામે પિતા છોટુ વસાવા અને અન્ય ભાઇ દિલીપે ઉમેદવારીપત્રો ભર્યા હતાં.મંગળવાર રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં છોટુ વસાવાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. આજે બુધવારે દિલીપ વસાવાએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

હવે આ બેઠક પર તેમનો મુકાબલો બીટીપીના ઉમેદવાર અને તેમના પુત્ર મહેશ વસાવા ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર સાથે થશે.ઝઘડીયા બેઠક પર છેલ્લા સાત વર્ષથી છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવે છે.

અન્ય સમાચારો પણ છે...