મતદારોમાં અદમ્ય ઉત્સાહ:ઝઘડિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉત્સાહનો માહોલ જામ્યો

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાનની શરૂઆતથી જ મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણી ટાણે મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. મતદાનની શરુઆત થીજ મતદારોમાં લોકશાહીનું મહાપર્વ ઉજવવાનો ઉત્સાહ જણાતો હતો. શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાનની શરુઆત થતા તંત્રએ રાહત અનુભવી હતી. તાલુકાના ગામોમાં મતદાન મથકો પર સવારથીજ મતદારોની લાઇનો જોવા મળી હતી. ઘણાં મોટી ઉંમરના જૈફ નાગરીકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા નજરે પડ્યા હતા.

વિવિધ ગામોએ લોકો પોતાના મતાધિકારનો હક અને નૈતિક ફરજ બજાવવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગ્યે શરુ થયેલ મતદાન પ્રક્રિયા ઠંડીના કારણે ધીમી જણાતી હતી પરંતુ તડકો નીકળ્યા પછી તેમાં વેગ આવ્યો હતો. ઠેરઠેર મત આપવા મતદારોની લાઇનો લાગેલી જોવા મળી. જોકે મતદાન શરુ થયાના સમયે શરુઆતમાં પણ લોકો મતદાન કરતા નજરે પડ્યા હતા સાંજના 5 વાગ્યે મતદાનની ટકાવારી 73.57 ટકા પર પહોંચી હતી. તાલુકામાં શાંતિમય માહોલ વચ્ચે ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતા તંત્રએ રાહત અનુભવી હતી. લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ જણાતા સારુ મતદાન નોંધાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...