બિનહરીફ:ઝઘડિયા APMCમાં 3 ઉમેદવારી પરત ખેંચાતાં 15 બિનહરીફ બન્યાં

ઝઘડિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 બેઠક માટે 13 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં

ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થાપક કમિટીમાં 15 ઉમેદવારો બિનહરીફ ચુંટાય આવ્યાં છે. ખેડુત વિભાગની 10 બેઠકો માટે 13 ઉમેદવારીપત્રો ભરાયાં હોવાથી મતદાન થાય તેવી સંભાવના હતાં. અંતિમ દિવસે ખેડુત વિભાગમાંથી 3 ફોર્મ પરત ખેંચી લેવામાં આવતાં 15 બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ વિજેતાં જાહેર થયાં હતાં.

ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે કુલ ૧૩ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતાં. વેપારી વિભાગમાંથી ૪ ઉમેદવારીપત્રો જ્યારે માર્કેટિંગ અને પ્રોસેસિંગ વિભાગમાંથી એક ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું હતું. ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિને ખેડૂત વિભાગમાંથી ભરાયેલ ઉમેદવારી પત્રો પૈકી ૩ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થાપક સમિતિ તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.

વ્યવસ્થાપક સમિતિમાં ખેડૂત વિભાગમાંથી હેત પટેલ, દીપક પટેલ, વિજયસિંહ પરમાર, લક્ષ્મણ વસાવા,અલ્પેશ પટેલ, સંજયસિંહ ચાવડા, ધર્મેન્દ્રસિંહ પાંજરોલીયા, ધર્મેન્દ્રસિંહ પરમાર, મનોજ દેસાઇ અને કેયુર પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. વેપારી વિભાગમાંથી પ્રિયંક દેસાઇ, સલીમ મલિક, વિક્રમસિંહ રાજ અને મહેન્દ્રસિંહ વાંસદીયા જયારે માર્કેટિંગ અને પ્રોસેસિંગ વિભાગમાંથી બિપિન પટેલ બિનહરીફ ચુંટાયેલાં જાહેર કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...