તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેફામ ચોરી:ટોઠીદરા ગામે તંત્રએ પુલીયું તોડ્યું તો રેતી માફિયાઓએ બીજું બનાવી દીધું, તરસાલીની હદમાં પુલીયુ બનાવી રેતી ખનન

ઝઘડિયા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
રેતી મોફિયાઓ બેફામ બની રેતી ખનન કરી રહ્યા છે. - Divya Bhaskar
રેતી મોફિયાઓ બેફામ બની રેતી ખનન કરી રહ્યા છે.

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે ગ્રામજનો અને લીઝ સંચાલકો વચ્ચેનો ઝઘડો દિવસે દિવસે વધુ વેગ પકડી રહ્યો છે. ઝઘડીયા મામલતદારથી લઈ કલેકટર અને વડાપ્રધાન કાર્યાલય દિલ્હી ખાતે ગ્રામજનોએ આ પુલીયુ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે જેથી સતત ઓવરલોડ, પાણી નીતરતી રેતીની ટ્રકો પસાર થતા તેમના ઉભેલા પાકને પણ નુકસાન થઇ રહ્યું હોવાની રજૂઆત કરી છે. પરંતુ તેનું કઈ ખાસ પરિણામ ગ્રામજનોને મળ્યું નથી.

વહીવટીતંત્ર દ્વારા ટોઠીદરા ગામની હદમાં નર્મદાના પ્રવાહને અવરોધી મોટા ભૂંગળા નાખી બનાવેલ પુલીયુ થોડું તોડવાનું મુહૂર્ત કર્યા બાદ આજ દિન સુધી તે પૂરીઓ યથાવત છે. હાલમાં તે પુલીયા પરથી કોઈ ટ્રક અવર-જવર કરતી નથી પરંતુ લીઝ સંચાલકો પણ ટોઠીદરાના ગ્રામજનોની સામેની લડાઈમાં જવાબદારોની મીલીભગતથી બેકાબુ બન્યા છે અને ટોઠીદરા ગામના પુલીયા થી આશરે 200 મીટર દૂર જેટલું જૂની તરસાલીની હદમાં બીજું પુલીયુ ગેરકાયદેસર રીતે રેતી વહન કરવા માટે બનાવ્યું છે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે લીઝ સંચાલકો દિવસે રેતી વહન કરતા નથી પરંતુ રાત્રે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી વહન કરે છે. રેતી લીઝના નિયમ મુજબ સવારે ૬ થી સાંજે ૬ સમયગાળા દરમિયાન જ ઓનલાઇન રોયલ્ટી ઇસ્યુ થતી હોય છે ત્યારે ટોઠીદરા ગામની નજીક તરસાલી ગામની હદમાં નવું નવા પુલીયા પરથી રાત્રિના સમયે જે રેતી વહન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો