વિવાદ:સારસા ગામે બે જૂથ બાખડ્યાં આઠ સામે પોલીસમાં ફરિયાદ

ઝઘડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

ઝઘડિયા તાલુકાના સારસા ગામે બે જુથો વચ્ચેની તકરારમાં સામસામે પોલીસ ફરિયાદ થવા પામી હતી. સારસા ગામના પારસી ફળિયામાં રહેતા પુનિયા હિરા વસાવા રાત્રે ઘરે હતા ત્યારે ફળિયામાં રહેતા રમેશ વસાવા, પકો કાલિદાસ વસાવા તેમજ અક્ષય રમણ વસાવા પુનિયાભાઇના ઘરના આંગણામાં આવીને ગાળો બોલવા લાગ્યા હતા.

ત્યારે ગાળો કેમ બોલો છો કહેતા રતિલાલ વસાવા લાકડીનો સપાટો લઇને દોડી આવી પુનિયાને જમણા ખભામાં માર્યો હતો. ઉપરાંત અક્ષય વસાવાએ ડાબા પગમાં લાકડીનો સપાટો માર્યો હતો. આ સંદર્ભે પુનિયા વસાવાએ રમેશ વસાવા, પકો વસાવા, અક્ષય વસાવા તેમજ રતિલાલ વસાવાના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

બીજી ઘટનામાં સારસાના પારસી ફળિયામાં રહેતા રતિલાલ વસાવા ઘરે હાજર હતા. તે સમયે ફળિયામાં રહેતા પુનિયા વસાવા, દશરથ કાલિદાસ વસાવા, કિરણ નાનુ વસાવા તેમજ અક્ષય મનોજ વસાવા ત્યાં આવી ગાળો બોલતા હતા. ત્યારે રતિલાલે કેમ ગાળો બોલો છો એમ કહેતા પુનિયા વસાવાએ હાથમાંની કુહાડી રતિલાલને માથામાં મારી દેતા ચામડી ફાટીને લોહી નીકળ્યુ હતું.

આ ઝપાઝપી દરમિયાન તેની સાથેના અન્ય ઇસમોએ પણ મારામારી કરી હતી. આ ઘટનામાં બાઇકને પણ નુકશાન કરવામાં આવ્યું હતું. આ ઘટના બાબતે રતિલાલ વસાવાએ પુનિયા વસાવા, દશરથ વસાવા, કિરણ વસાવા તેમજ અક્ષય વસાવા ના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

અન્ય સમાચારો પણ છે...