તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝઘડિયા તાલુકામાં ગામેગામ ખેતરોમાં ઉભા પાકના ભેલાણ બાબતનો પ્રશ્ન સળગતો રહ્યો છે. કેટલાક માથા ફરેલા પશુપાલકો દ્વારા ઉભા ખેતર માં ઢોળો નાખી ભેલાણ કરાતા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેતર માલિક પશુપાલકને ફરિયાદ કરે છે તો ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવી પરિસ્થિતિ થાય છે, આવી જ એક ઘટના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે બનવા પામી છે. રાણીપુરા ગામે રહેતી રીટા નરોત્તમ ભાઈ વસાવા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તે તેની ગાયો ભેંસો ચરાવવા માટે સીમમાં ગઈ હતી.
ગાયો ભેંસો ચળાવી પરત ફરતી વેળા રાણીપુરા ગામનો રમણ રૂખી નાઓ હાથમાં ધારીયુ લઈને આવેલો અને રીટાને કહેતો હતો કે તમારી ગાયો તમારાથી જોવાથી નથી ? તેમ કહયુ હતું ત્યારે રીટાએ જણાવેલ કે એ તો જાનવર છે તમારા ખેતરમાં કંઈ બગડેલ હોય તો મને કહો, તેમ કહેતા ખેતર માલિક રમણ રૂખી એ એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંનું ધારિયું ગાયના પગમાં મારી દેતા ગાય લોહીલુહાણ થઇ હતી અને તેને પગના ભાગે ઊંડો ઘા પડી ગયો હતો.
ત્યારબાદ તે ગમેતેમ ગાળો બોલી તમારાથી ઢોળ બરાબર ચળાવાતા નથી અને તમે મારા ખેતરમાં ગાય ઘુસાડી દીધેલ છે તેમ કહી જતો રહ્યો હતો. રીટા નરોતમ વસાવાએ રમણભાઈ રૂખી રહે. રાણીપુરા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.