કાર્યવાહી:મચામડી ગામે વૃદ્ધની હત્યા પ્રકરણમાં 4 શખ્સો ઝડપાયા, અન્યો હજી ફરાર

ઝઘડિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 મેના રોજ ખેતરમાં વાડ મૂદ્દે માર મારતા સારવારમાં મોત થયું હતું

મચમાડી ગામ ખાતે ખેતરના સેઢા બાબતે થયેલ તકરારમા તારીખ 25મીના રોજ વલુસિંગ રુપસિંગ વસાવા નામના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. આ વૃદ્ધની હત્યા કરવાના ગુનામાં ઉમલ્લા પોલીસ મથકે નવ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. આરોપીઓને પકડવા માટે ઉમલ્લા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે મચામડી ગામની સીમમાં વાઘ ડુંગરી વગામાં હત્યા કરનાર ઈસમો સંતાઇને બેઠા છે. ઉમલ્લા પોલીસે ગોવિંદ વસાવા,જીતેન્દ્ર વસાવા,દિનેશ વસાવા અને મુકેશ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર ઈસમેને પકડી પાડવાની કવાયત ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...