ઝઘડિયા તાલુકામાં થોડા સમય અગાઉ યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં વિજેતા અને પરાજિત જુથો વચ્ચે ઘર્ષણ થવાના બનાવ હજી બની રહ્યા છે. તાલુકાના ખરચી ભિલવાડા ગામે ચુંટણીની અદાવતે એક મહિલાને ધમકી આપી હતી.
ખરચી ભિલવાડા ગામે રહેતી પુનમબેન ભરત વસાવાએ ઘરે હાજર હતા ત્યારે તે સમયે ગામના જગદીશ વસાવા તેમજ બાબુ જાતર વસાવા ત્યાં આવ્યા હતા. આ ઇસમોએ ગાળો બોલીને પુનમબેનને કહ્યુ હતુકે આ વખતે તમે ચુંટણીમાં જીતી ગયા છો, પણ બીજી વખતે જોઇ લઇશું. આમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. પુનમની નણંદ તેમજ જેઠાણીએ વચ્ચે પડીને તેને વધુ મારમાંથી બચાવી હતી.
આ ઇસમોએ જતાજતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઘટના સંદર્ભે પુનમબેન વસાવાએ જગદીશ વસાવા તેમજ બાબુ વસાવા બન્ને રહે.ગામ ખરચી ભિલવાડા વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.