તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝગડીયા તાલુકાના વાસણા ગામે ચાલતી લીઝોમાંથી રેતી ભરી ઓવરલોડ ટ્રકો ઈન્દોર ગામમાંથી પસાર થાય છે માટે સ્થાનિકો રોષે ભરાયા હતા. લીઝો માટે બાયપાસ રસ્તો હોવા છતાં ગામમાંથી ઓવરલોડ ટ્રકો કાઢવામાં આવે છે જેથી ઈન્દોર ગામના સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ ઇન્દોર ગામના નાગરિકોએ ઓવરલોડ ભરેલ રોયલ્ટી વગરની ટ્રકો રોકી હતી.ઝઘડીયા તાલુકાના ઈન્દોર થી વાસણા સુધીનો રસ્તો અત્યન્ત બિસ્માર બન્યો છે જેથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વાસણા તેમજ પાણેથા ગામે મોટાપાયે રેતી ખનન થઇ રહ્યુ છે.
મોટાપાયે રોયલ્ટી પાસ વગર ઓવરલોડ ટ્રકોથી રેતીનુ વહન કરવામા આવે છે. જેથી આ રસ્તાના ગામોની પંચાયતની પીવા ના પાણીની પાઇપ લાઇનમાં ડ્રેનેજ લાઈનનું પાણી ભળી જવાથી પીવાનું પાણી પ્રદુષિત થાય છે તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગંદુ પાણી જાહેર રસ્તા પર વહેતુ હોવાના કારણે લોકોને બિમારીનો ભોગ બનવુ પડે છે. ઈન્દોરથી વાસણા સુધીના રસ્તાપર કેટલાક ધાર્મિક સ્થળો આવેલા છે જેમકે મંદિર, દરગાહ અને આંગણવાડી પણ આજ રસ્તે આવેલ હોય ગ્રામજનોને અવિરત ચાલતી ઓવરલોડ રેતીની ટ્રકો થી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
આજ રસ્તા પર ખેડુતોના ખેતરો આવેલા છે. 24 કલાક રેતી વહનના કારણે મોટાપાયે ધુળ ઉડે છે જેથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ફરિયાદ ગ્રામજનો કરી રહ્યા છે. વાસણામાં ચાલતી લીઝોના બાયપાસ રસ્તો હોવા છતાં ઓવરલોડ ટ્રકો ઈન્દોર ગામમાંથી કાઢવામાં આવે છે જેથી ઇન્દોર ના ગ્રામજનો રોષે ભરાયાં હતાં
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.