તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં પાણીના પ્રવાહને અવરોધી લીઝ સંચાલકોએ વાહનો પસાર કરવા દર વર્ષે ગેરકાયદેસર પુલીયા બનાવે છે. ટોઠીદરાના ગ્રામજનોની ભારે રજૂઆત બાદ આખરે તંત્ર દ્વારા આ ગેરકાયદે પુલીયા તોડવાની કામગીરી શરૂ કરી હતી.
જોકે, મશીનરી વગર પુલીયા તોડવા ગયેલા તંત્રએ લીઝ સંચાલકોના વાહનોનો સહારો લેવો પડ્યો હતો. પ્રથમ દિવસે માત્ર એક ખૂણેથી પુલીયુ તોડી પાણીનો પ્રવાહ ખુલ્લો કર્યો હતો.નર્મદા નદીમાં રેતી માફિયાઓ બેફામ બનતા રેતી ઉલેચવા જાણે નદીને ચીરીને બે ભાગમાં વહેંચી રહ્યા હતા. રેતી બહાર કાઢવા પુલિયા બનાવવાની પરમીશન ન હોવા છતાં ગેરકાયદે ભૂંગળા નાંખી પુલીયા બનાવી દેવાતા હતા. જેના કારણે પાણી અવરોધાતાં માછીમારોની રોજીરોટી પણ છીનવાઇ રહી હતી.
જેને લઈને ટોઠીદરા ગામના ગ્રામજનોએ ઝઘડીયા મામલતદારથી લઈને જિલ્લા કલેકટર સુધી તમામ લાગતા-વળગતા અધિકારીઓને આ ગેરકાયદેસર બનાવેલાપુલીયુ તોડી નાંખવા રજૂઆત કરી હતી. સતત રેતી વહનના કારણે ઉડતી ધુળના કારણે ખેડૂતોને ખેતીમાં પણ વ્યાપક નુકસાન થતું હતું. ગ્રામજનોની સતત રજૂઆત બાદ તંત્ર મોડે મોડે જાગ્યું હતું. લોકોની રજૂઆતથી ભરૂચ જિલ્લાનું ખાણ ખનીજ તંત્ર પણ જાણે દબાણમાં આવ્યું હતું. આખરે પુલીયુ તોડવા મજબુર બન્યું હતું. શુક્રવારે બપોર બાદ વહીવટી તંત્ર ટોઠીદરા ગામે નદીમાં ગેરકાયદે બનાવેલા પુલીયા તોડવાની કામગીરી માટે ગયું હતું.
પરંતુ મશીનરી માટે પણ તંત્રએ લીઝ સંચાલકો પર નિર્ભર રહેવું પડ્યું હતું. આખરે થોડા સમય માટે પુલીયાનો એક ખૂણો તોડી પાણીને વહેતુ કર્યું હતું. લાંબા પુલીયાનો એક ખૂણો તોડી વહીવટી તંત્રએ કામગીરીની શરૂઆત કરી છે. હવે શનિવારે પોતાની મશીનરી લઈને પુલીયા તોડવા આવશે તેવું કામગીરીમાં જોતરાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું.
પોલીસ બંદોબસ્ત સાથે મશીનરી લાવી પુલીયુ નેસ્ત નાબૂદ કરશે તેવી ખાતરી આપી હતી. પરંતુ આજે તંત્રનું પાણી મપાશે. ખરેખર કામગીરી કરે છે કે પછી લોકોની આશા ઉપર પાણી ફેરવશે તે તો આજની કામગીરી પરથી જ જાણી શકાશે.
પોલીસ પ્રોટેક્શન સાથે વધુ પુલિયા તોડવાની કામગીરી કરાશે
ભૂસ્તર વિભાગના કેયુર રાજપુરા સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજથી સરકારી જમીનમાં બનાવેલું પુલીયું તોડવાની શરૂઆત કરી હતી. આવતીકાલે તંત્ર પોલીસ પ્રોટેક્શન સાથે સ્થળ પર પહોંચશે. ગેરકાયદેસર સરકારી જમીનમાં બનેલું પુલીયુ સંપૂર્ણ તોડી નાખવામાં આવશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.