સુવિધા:ઝઘડિયામાં ત્રણ સ્થળે CCTV સહિત હાઈ માસ્ક ઊભા કરાશે

ઝઘડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગરજનોને અંદાજે રૂ 21 લાખના ખર્ચે સુવિધા પુરી પાડવામાં આવશે

ઝઘડીયા તાલુકા મથક હોવા પછી પણ વિકાસ માટે ઝંખી રહ્યું છે. હાલમાં ઝઘડિયા ટાઉનને ઝઘડીયા જીઆઇડીસી યુપીએલ કંપનીના સહયોગથી અને ઝઘડિયા પોલીસ મથકના પીઆઇના સધન પ્રયાસોથી ઝઘડિયા ટાઉનમાં ત્રણ સ્થળે સીસીટીવી સહિત ત્રણ હાઈ માસ ટાવર ઉભા કરવામાં આવનાર છે. ઝઘડિયા ચાર રસ્તા ખાતે, ઝઘડિયાના વાલીયા ચાર રસ્તા ખાતે અને એપીએમસી ખાતે ૩ સીસીટીવી સહિત હાઇમાસ ટાવર ઊભા થનાર છે. આ હાઇમાસ ટાવર માટે ઝઘડિયા જીઆઈડીસી ની યુપીએલ કંપની 21 લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચ ઝઘડિયાની જનતાની સુવિધા માટે કરનાર છે.

અન્ય સમાચારો પણ છે...