સામાજિક કાર્ય:ગુમાનદેવ નજીક અકસ્માતમાં જીવ ગુમાવનાર બે મહિલાના પરિવારને મદદ

ઝઘડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયા પોલીસ તથા આત્મીય ગ્રીન સ્કૂલના MD મદદે આવ્યા

ઝઘડિયાના ગુમાનદેવ ખાતે વહેલી સવારે હાઇવા ચાલકે કંપની પર ફરજ પર જતી ત્રણ મહિલા તથા એક પુરુષને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. જેમાં ભોગ બનનાર રેખાબેન હસમુખભાઈ પટેલના દીકરો દિપકુ હસમુખભાઈ પટેલને GIDC વાઈલનટ કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી નોકરી અપાવી બીજા ભોગ બનનાર તારા બેન દિનેશ વસાવા ત્રણ બાળકો અમીતા,મઘુરી,સાગરને ધોરણ 10 સુધી તમામ થતો અભ્યાસનો ખર્ચ ઝાડેશ્વર આત્મિય ગ્રીન સ્કુલના એમડી. પ્રવીણભાઈ કાછડીયા ઉપાડશે જેમા અંકલેશ્વર પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ,ઝઘડિયા પોલીસના પી.આઈ પી એચ વસાવા ઝાડેશ્વર આત્મિય ગ્રીન સ્કુલના MD હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...