તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથ બનાવટના રમકડાંની બોલબાલા યથાવત:મોબાઈલ ગેમના સમયમાં પણ હાથ બનાવટના રમકડાંની ભારે બોલબાલા

ઝઘડિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નકામી વસ્તુઓનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી સુંદર રમકડા બનાવાતા હોયછે

નાના બાળકોના મનોરંજન માટેની વસ્તુઓમાં રમકડાનું સ્થાન મોટુ છે.બાળકને રમવા માટેના રમકડા વિવિધ પ્રકારના હોય છે.જેવી બાળકની વય એ મુજબનું રમકડુ,આમ રમકડા વિવિધ પ્રકારના હોય છે.આજે તો ચાઇના બનાવટના અધ્યતન રમકડા થોકબંધ બજારોમાં વેચાતા હોયછે.આધુનિક રમકડાઓના યુગમાં હજી દેસી હાથબનાવટના રમકડાઓની બોલબાલા યથાવત રહી છે.હાથબનાવટના રમકડા પૈકી ઘણા રમકડા નકામી રદ્દી વસ્તુઓના ઉપયોગથી બનાવાતા હોય છે.ગામડાઓમાં કેટલાક બાળકો માટીનું બળદગાડા આકારનું ગાડુ પણ બનાવતા હોય છે.

આ રમકડામાં ગાડાના પૈંડા પણ માટીમાંથી બનાવાતા હોય છે.ઉપરાંત નાના બાળકો પોતાની બુધ્ધિ અને કૌશલ્ય શક્તિનો ઉપયોગ કરીને અવનવા દેસી રમકડા પણ બનાવે છે.પગમાં પહેરવાના જુના સ્લિપર કાપીને તેમાંથી ગોળ પૈંડા બનાવીને તેને લાકડી સાથે યોગ્ય રીતે જોડીને બનાવાતી ગાડીથી પણ ગ્રામ્ય બાળકો ઉત્સાહથી રમે છે.આવા ઘણા રમકડા બાળકો નકામી વસ્તુઓના ઉપયોગથી બનાવતા હોય છે.કેટલાક દેસી રમકડા વાંસ, જાડા પુઠ્ઠા, કપડાના ટુકડા,રંગીન કાગળો જેવી વસ્તુઓના ઉપયોગથી પણ બનાવાતા હોય છે.આવા દેસી રમકડા બનાવવાની કારીગરી હજી આપણે ત્યાં જળવાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...