તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલાને વખોડ્યો:સરકાર આતંકવાદ ફેલાવવાનું કૃત્ય કરે છે: MLA છોટુ વસાવા

ઝઘડિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ વીડિયો સંદેશો વહેતો કરી રાજય સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારને આડેહાથ લીધી હતી, જેમાં બે દિવસ પૂર્વે જુનાગઢના રેડિયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો હતો.

છોટુ વસાવાએ કહ્યું હતું કે, આ હુમલો ઈરાદા પૂર્વક અને ભાજપ વિરુદ્ધ માર્ગદર્શન ન આપે એટલા માટે કરવામાં આવ્યો છે. સાથે જ આ સરકાર વાદીઓને પણ નથી, ગાંઠી એવો આતંકવાદ ફેલાવવાનો કૃત્ય કરી રહી છે, તે તદ્દન ખરાબ બાબત છે. દેશના લોકો માટે અને લોકશાહી માટે તેમ જણાવી પ્રહાર કર્યા હતા.દેશમાં ભાજપ સાથે કોઈ રહ્યું નથી એટલે મશીનરીનો ઉપયોગ કરી પોલીસનો ઉપયોગ કરી બાકીના તંત્રનો ઉપયોગ કરીને જે લોકો ગુજરાતના સમાજને લોકોને બેઠો કરવા અને માર્ગદર્શન કરવા માંગે છે. જેને થવા નથી દેવું એટલા માટે જીવલેણ હુમલા કરાવે છે, ભૂતકાળમાં કેટલાય લોકો પર આ સરકારે હુમલો કરાવ્યા છે, બાકીના લોકો પહેલા બોલતા નહોતા પણ જ્યારે હવે બોલતા થયા છે ત્યારે એમને ખ્યાલ આવ્યો છે કે લોકો પર કેટલો જુલમ કરતા હશે.

અન્ય સમાચારો પણ છે...