તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગત ટર્મની ઝઘડીયા તાલુકા પંચાયતની બેઠકના ભાજપાના માજી મહિલા સદસ્ય સોનલબેન નરેશભાઈ ઠાકોર સહિતના ગોવાલી ગામના આગેવાનોને ભાજપાએ ટિકિટ આપવામાં પ્રધાન્ય નહીં આપવા બાબત બગાવત કરવાનું નક્કી કર્યું હતું. ગતરોજ માજી તાલુકા સદસ્ય સહિતના કાર્યકરો ભાજપાને રામ રામ કહી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સુલતાનપુરા જિલ્લા પંચાયત તથા ગોવાલી તાલુકા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડવાનું જાહેર કર્યું હતું. AAPમાં જોડાયેલા ગોવાલી ગામના કાર્યકરો ઉમેદવારીપત્ર ભરવા આવ્યા હતા.
અચાનક ભાજપામાંથી AAPમાં ગયેલા કાર્યકરો નું હૃદય પરિવર્તન થતા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવાનું ના પાડી દીધું હતું. જેની તકનો લાભ લઇ ગોવાલી ગામના કેતન દેસાઈ સહિતના ભાજપના આગેવાનોએ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા તાલુકા પંચાયતના સદસ્ય તથા તેમના અન્ય સાથીદારોને ભાજપામાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.