તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઝઘડીયાના કપલસાડી ગામે 5 મકાનોમાં આગ

ઝઘડિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરવખરી ઉપરાંત અન્ય સામાન બળીને ખાક

ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કપલસાડી ગામે આજે બપોરના સમયે એક મકાનમાં કોઇ કારણોસર આગ લાગી હતી.‌ જે સ્થળે આગ લાગી હતી તેની આજુબાજુ કાચા મકાન હોવાથી બીજા ચાર મકાનો પણ આગની લપટમાં આવી ગયા હતા. ગ્રામજનોએ આગ બુઝાવવાના પ્રયત્નો કરવા છતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા જીઆઇડીસીના ફાયર ફાઈટર બોલાવાયા હતા.

ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવતા આ સિવાયના બીજા મકાનો બચી ગયા હતા. આગની લપટમાં આવેલ મકાનોનો ઘરવખરી ઉપરાંત અન્ય સામાન સળગીને રાખ થઇ જતા આ ગરીબ પરિવારોને મોટુ નુકશાન થયુ હતુ. ઘરના સભ્યો સમયસૂચકતા દાખવીને ઘરની બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી, આગના બનાવમાં પાંચ પૈકી ચાર મકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગયા છે.

આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની નથી થઇ. ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઇ રહ્યુ છે. આ લખાય છે ત્યાં સુધી આ ઘટના અંગે હજુ કોઇ પોલીસ ફરિયાદ લખાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...