તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:લીઝ પરના કાંટાના ભાડા મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી

ઝઘડિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવાપોરામાં એક જૂથે ચપ્પુ વડે હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઇ

ઝઘડિયા તાલુકાના નવાપોરા ગામે રહેતા સંદીપ અશોકભાઈ વસાવાની દાદીની જમીન જુનાપોરા નર્મદા નદીના કિનારે આવેલી છે. આ જમીનમાં પ્રકાશ ઠાકોરભાઈ પટેલ નાઓ વજન કાંટો નાખી તેમની લિઝમાંથી રેતી ભરેલ ગાડીઓનું વજન કરાવે છે તે બદલ તેઓને લીઝ સંચાલક ભાડું ચૂકવે છે. હાલમાં વજનકાંટા વાળી જમીનનું ભાડું અરવિંદ પારસીંગભાઈ વસાવા બારોબાર લઈ ગયો હતો, જેથી સંદીપે અરવિંદભાઈને ફોન કર્યો હતો તે દરમ્યાન બોલાચાલી થઈ હતી.

રાત્રિના સમયે અચાનક અરવિંદ અને સુરેશ નાઓ સંદીપને માર મારી ચપ્પુ ઘા કર્યો હતો. આ બાબતે સંદીપ અશોકભાઈ વસાવાએ અરવિંદ વસાવા, સુરેશ વસાવા, રાહુલ વસાવા, પ્રફુલ્લ વસાવા, સુમિત્રા વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનામાં સામેના જુથે પણ ફરિયાદ નોંધાવી છે જેમાં સુમિત્રાબેન અરવિંદભાઈ વસાવા તેમના ઘરે હતા ત્યારે સંદીપ વસાવાનો તેના પતિ અરવિંદ પર ફોન આવ્યો હતો જે પણ સુમિત્રા એ ફોન ઉપાડતા સંદિપે તેઓ આક્ષેપ કર્યા હતા.જે બાબતની તકરારમાં સુમિત્રાને કમરના ભાગે મારી દીધો હતો અને તેનો ઉપરાણું લઇ સુરેશે તેના હાથમાં લાકડીનો સપાટીએ લઇ આવી સુમિત્રા બેનને મારી દીધો હતો, જેથી સુમિત્રા અરવિંદભાઈ વસાવાએ (૧) સંદીપ અશોકભાઈ વસાવા (૨) સુરેશ સોમાભાઈ વસાવા રહેવાસી નવાપોરા તા. ઝઘડિયા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો