જાનથી મારી નાંખવાની ધમકી:ખેતરમાં રસ્તો આપવા બાબતે બે યુવતીઓ સાથે મારામારી

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલીયાપાડા ગામે ખેતરમાંથી રસ્તો ન આપતાં ઝઘડો

ભરૂચ જીલ્લાના ઉમલ્લા પોલીસ મથકની હદના કોલીયાપાડા ગામે પોતાના ખેતરમાં જવા અન્યના ખેતરમાંથી વચ્ચેથી રસ્તો માંગનાર બે ઇસમોએ બે યુવતીઓને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા બાબતે ફરિયાદ લખાવા પામી છે.

મળતી વિગતો મુજબ કોલીયાપાડા ગામે રહેતી દિપીકાબેન ભુપતભાઇ વસાવા નામની યુવતી તેની દાદી અને ભાઇબહેનો સાથે તેમના ખેતરમાં બાંધેલા ઘરમાં રહે છે. દરમિયાન ગત તા.૧૫ મીના રોજ તેમના ખેતરની બાજુમાં ખેતર ધરાવતા વૈભવભાઇ વસંતભાઇ વસાવા અને અક્ષયભાઇ ઝવેરભાઇ વસાવા લાકડી અને ધારીયું લઇને આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.

આ લોકો કહેતા હતા કે તમે અમોને અમારા ખેતરમાં જવા તમારા ખેતરમાંથી રસ્તો કેમ આપતા નથી? ત્યારે દિપીકાએ તેમને જણાવેલ કે ખેતરના છેડાથી જવાય છે, ત્યાં થઇને જાવ. ત્યારબાદ આ લોકોએ દાદાગીરી કરીને કહ્યુ હતું કે ખેતરના છેડેથી નહી પણ અમારે ખેતરના વચ્ચેથી રસ્તો જોઇએ છે.

દિપીકા અને તેના પરિવારજનોએ ખેતરમાં વચ્ચેથી રસ્તો આપવાની ના પાડતા આ લોકોએ દિપીકા અને તેની બહેનને ઢિકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આ લોકો ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. આ ઘટના અંગે દિપીકાબેન ભુપત વસાવા રહે. કોલીયાપાડાનાએ વૈભવ વસંત વસાવા તેમજ અક્ષય ઝવેર વસાવા બન્ને રહે.કોલીયાપાડાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

અન્ય સમાચારો પણ છે...