તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો ભયભીત:ઝઘડિયાના જુના ટોઠીદરા ગામે દીપડો નજરે ચડતાં લોકોમાં ભય

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ સત્વરે પાંજરૂં ગોઠવે તેવી લોકોની માગણી

ઝઘડિયા તાલુકાના જુના તોઠીદરા ગામના બે વ્યક્તિએ ગત રાત્રે નવ વાગ્યાંના સમય દરમિયાન નર્મદા નદી એ થી ગામ તરફ જતા મંદિરના દીવાલ પર દીપડાને જોતા ભયભીત બન્યા હતા.ગ્રામજનોના જણાવ્યા મુજબ આ દીપડો ગામથી 100 મીટર ના અંતરે આવેલ ચંડીકા માતાજી ના મંદિર ની દીવાલ પર ચઢીને બેઠેલો નજરે પડયો હતો. આ દીપડો ઘણા કેટલા દિવસો થી વારંવાર એ જ વિસ્તારમાં જોવા મળે છે. જોકે ગત રોજ અન્ય ગ્રામજનો પણ સ્થળ પર પોંહચ્છતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો.

હાલતો ગ્રામજનો દીપડો મોટો હોઈ ખેડુતો ખેતરે બીકના મારે જવામાં પણ ડરે છે રાત્રીના સમય દરમિયાન આવતા જતાલોકો પણ ઘરની બહાર નીકળવાનું બંધ કર્યું હોઈ તેમ ગ્રામજણો જણાવી રહ્યા છે. વનવિભાગ સત્વરે આ વિસ્તારમાં પાંજરું ગોઠવી આ દીપડાને પકડે તેવું તોઠીદરાના ગ્રામજણો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...