તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી ડેપોનો વહીવટ ખોરંભે:ઝઘડિયા એસટી ડેપોના વહીવટકર્તાઓ સહિત કર્મીઓ દિવાળીની રજાના મૂડમાં

ઝઘડિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઝઘડિયામાં આવેલ એસટી ડેપો નો વહીવટ છેલ્લા કેટલા સમયથી ખોરંભે પડી રહ્યો છે. એસટી ડેપોના વહીવટકર્તાઓ અને કર્મચારીઓના અંદર અંદર સમસ્યાના કારણે તાલુકાભરના મુસાફરો એસટી સેવાથી વંચિત રહે છે. હાલમાં દિવાળીનો તહેવાર હોય રાજ્યભરમાં અને ખાસ કરીને મોટા શહેરોમાં વધારાના એસ.ટી.ના રૂપે ચલાવાઈ રહ્યાં છે ત્યારે ઝઘડિયા એસ.ટી.ડેપો દ્વારા તેનાથી તદ્દન વિપરીત પગલું ભરવામાં આવી રહ્યું છે.

ઝઘડિયા એસ.ટી.ડેપોમાં કુલ ૨૭ થી વધુ રૂટ પર એસ.ટી બસો દોડાવી રહી છે. હાલમાં દિવાળીના ટાણે ગામડાઓમાંથી લોકો ઝઘડિયા રાજપારડી ઉમલ્લા અંકલેશ્વર ભરૂચ રાજપીપળા જેવા શહેરો તરફ જતા હોય છે ત્યારે ઝઘડિયા એસ.ટી.ડેપો દ્વારા તેના રોજિંદા ચલાવતા ૨૬ રૂટો પૈકી ફક્ત અને ફક્ત સાત રૂટો પર છેલ્લા બે દિવસથી બસ ચલાવાઈ રહી છે.

પાંચ એક્સપ્રેસ બસોના રૂટ બે અંકલેશ્વર અને ભરૂચ ના રૂટ ચાલે છે ગામડાઓના તમામ રૂટો ઝઘડિયા ડેપોના વહીવટકર્તાઓ દ્વારા બંધ કરવામાં આવ્યા છે જેના કારણે ગામડાઓની પ્રજાએ નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લઇ તગડું ભાડુ ચૂકવવું પડી રહ્યું છે. ઝઘડિયા ડેપોના બેદરકારીભર્યા વહીવટના કારણે મુસાફરો અટવાઈ રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો