કોરોના સંક્રમણ:વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન કરાયા

ઝઘડિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝઘડિયા તાલુકામાં નવા વર્ષમાં કોરોના મહામારીની રી-એન્ટ્રી

ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના નો કોઈ કેસ બહાર આવ્યો નથી પરંતુ આજરોજ ૨૦૨૨ ના નવા વર્ષના પહેલા દિવસે જ ઝઘડિયાના એક વૃદ્ધને પૂરો ના ડિટેક્ટ થયો છે. કોરોના ની ઝઘડિયામાં નવા વર્ષના પહેલા દિવસે જ રી એન્ટ્રી થઈ છે.

ઝઘડિયાના રહીશ લાલુભાઇ રસુલભાઇ શેખ ઉ.વ.૮૩ તેમને સામાન્ય તકલીફ હોય ઝઘડિયાની એક હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમનો ભરૂચ ખાતે કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઝઘડિયા ની હોસ્પિટલ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રીફર કરવાની ભલામણ કરવામાં આવી હતી પરંતુ તેમને તેમના ઘરે જ ઝઘડિયા આરોગ્ય વિભાગ દ્વારા હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

સેવાસેતુ કાર્યક્રમમાં માસ્ક વિનાના લોકોની ભીડ
ઝઘડીયા તાલુકા કોરોના નો એક કેસ આવીયો છે ત્યારે ઝઘડીયા તંત્ર બે ફીકર થઈ ને કામગીરી કરી રહી છૈ ઝઘડીયા તાલુકા ના સેવા સેતુ કાર્યક્રમ યોજાય રહીયા છે તેમાં પણ લોકો માસ્ક વગર ને ભીડ કરી રહીયા છે જે કોરોના ને આમંત્રણ આપવાનુ કામ કરી રહીયા છે અને ઝઘડીયા તાલુકા અનેક સ્થળોએ લોકો માસ્ક વગર ફરી રહીયા છે તેમાં તંત્ર ઘ્યાન આપે તે જરુરી બનીયુ છે.

અન્ય સમાચારો પણ છે...