મુશ્કેલી:દૂધધારા ડેરીએ ઝઘડિયા તાલુકાની 5 દૂધ મંડળીઓનું દૂધ કલેક્શન બંધ કર્યું

ઝઘડીયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા પાંચ ટંકથી દૂધ કલેક્શન બંધ કરાતાં પશુપાલકોને દૂધના નિકાલની ભારે મુશ્કેલી

તાલુકાની પાંચ જેટલી દુધધારા ડેરી હેઠળના કાર્યક્ષેત્રમાં આવતી ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને દુધ કલેકશન કરવાનુ દુધધારા ડેરીના દુધ સંપાદન અધિકારી દ્વારા સુચના આપવામાં આવી છે જેથી છેલ્લા પાંચ ટંક થી તાલુકાની પાંચ દુધ મંડળીઓ દ્વારા કલેકશન બંધ કરાતા તે મંડળીના સભાસદ દુધ ઉતપાદકોને દુધ ના નિકાલની સમસ્યા ઉભી થઈ છે. 

નુકશાન થવાની સંભાવના જોવાઇ રહી છે
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દુધધારા ડેરીના કાર્યક્ષેત્ર હેઠળની ઝઘડીયા તાલુકા તથા આમોદ તાલુકાની કેટલીક મંડળીઓ માંથી કલેકશન થતુ દુધ ટેંકરો દ્વારા ગુજરાત બહાર તથા રાજય ની અન્ય મોટી ડેરીઓમાં પહોચાડવામાં આવતુ હોય છે તે પૈકી રાજય બહાર જતા દુધના ટેંકરનુ દુધ બગડી ગયુ હતુ. જેથી દુધધારા ડેરીને પણ લાખોનું નુકશાન થવાની સંભાવના જોવાઇ રહી છે. જેેની આ અસર પડી હોવાની માહીતી સાંપડી છે. 

દુધ કલેકશન નહીં કરાતા પશુપાલકોને દૂધનો નિકાલ કરવાની ભારે સમસ્યા
ભરૂચ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન ભરૂચ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સહકારી મંડળી દુધધારા ડેરી હજારો પરિવારોનુ પાલન પોષણ કરે છે. છેલ્લા બે દિવસથી ઝઘડીયા તાલુકામાં આવેલ દુધધારા ડેરીના કાર્યક્ષેત્રમાં આવતી પાંચ જેટલી ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા તેના સભાસદો, પશુપાલકોનુ દુધ કલેકશન કરવામાં આવતુ નથી. 4 જુલાઈના બીજા ટંકથીઆ પાંચ ગ્રામ્ય મંડળીઓ દ્વારા દુધ કલેકશન નહીં કરાતા પશુપાલકોને દૂધનો નિકાલ કરવાની ભારે સમસ્યા ઉભી થઈ છે. દુધધારા ડેરીના દુધ સંપાદન શાખામાંથી ઝઘડિયા તાલુકાની વણાંકપોર, ભાલોદ, હરીપુરા તથા અન્ય બીજી બે મંડળીઓમાં તા.૪થી બીજી ટંક એટલે કે સાંજથી દુધ કલેકશન નહી કરવાની સુચના ઓ આપી હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...