ફરિયાદ:ઝઘડિયાના ફિચવાડામાં ખેતરમાંથી નીકળવા બાબતે ઝઘડો, 6 સામે ગુનો

ઝઘડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમલ્લા પોલીસ મથકે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

ઝઘડિયા તાલુકાના ફિચવાડા ગામે ખેતરમાં જવાની વાતે થયેલ ઝઘડામાં ધારીયા ઉછળતા બન્ને પક્ષે સામસામે પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ સરકારી ફિચવાડા ગામે રહેતા ઇન્દ્રજીત છાસટીયાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તેમના અશા ગામની સીમમાં આવેલ ખેતરમાં કપાસ વીણવાનું કામ ચાલતું હોવાથી તેઓ બપોરના સમયે મજુરોનું જમવાનું લઇને ખેતરે ગયા હતા, ત્યારબાદ ત્યાંથી સાંજના સરકારી ટ્યુબવેલ વાળા ખેતરે ગયા હતા.

ટ્યુબવેલ પાસે જતા સમયે યશપાલસિંહ કાછેલા, મહેન્દ્રસિંહ કાછેલા, હરેન્દ્રસિંહ કાછેલા અને કનકસિંહ કાછેલા તમામ રહે.ગામ ફિચવાડાના રસ્તામાં ઉભા હતા. તે સમયે આ બાઇક પર જઇ રહેલા ઇન્દ્રજીત તેમની પાસેના ધારીયાનું પુંઠુ મારી દીધુ હતું. ઉપરાંત એ લોકોએ તેમને ઢિકાપાટુનો માર મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. ખેતરમાંથી મોટરસાયકલ લઇને જવા બાબતની ના પાડેલ હોવાની રીસ રાખીને આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

આ ઘટના બાબતે યશપાલસિંહ કાછેલા, મહેન્દ્રસિંહ કાછેલા, હરેન્દ્રસિંહ કાછેલા અને કનકસિંહ કાછેલાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ગુનો નોંધાયો હતો. જ્યારે બીજી ઘટનામાં ફિચવાડાના મહેન્દ્રસિંહ ઉદેસિંહ કાછેલાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તા.8 મીના રોજ સાંજના સાડા પાંચના અરસામાં તેઓ તેમના ખેતરેથી પરત ઘરે આવતા હતા ત્યારે નહેર નિગમવાળા રસ્તા પર ગામના દેવેન્દ્રસિંહ છાસટીયા અને ઇન્દ્રજીતસિંહ છાસટીયા મળ્યા હતા.

આ લોકોએ બાઇક પર ગામના યશપાલસિંહ સાથે આવી રહેલા મહેન્દ્રસિંહને ગાળો દઇને કહ્યુ હતું કે આ રસ્તેથી તમારે કોઇ દિવસ જવાનું નહિ, અને જશો તો ટાંટિયા ભાંગી નાંખીશું. આમ કહીને તેમને ધારીયાથી ઇજાગ્રસ્ત કર્યા હતા. તેમની સાથેના અન્ય ઇસમને પણ ગેબી માર માર્યો હતો. ઇજાગ્રસ્તને ઉમલ્લા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજપીપલા લઇ જવાયા હતા. આ બનાવ બાબતે ઉમલ્લા પોલીસે દેવેન્દ્રસિંહ અને ઇન્દ્રજીતસિંહ બન્ને રહે.ગામ ફિચવાડાના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...