તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:જામોલી ગામમાં ખેતર ખેડવા બાબતે દિયરે ભાભીને માર માર્યો

ઝઘડિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઝઘડિયા તાલુકાના જામોલી ગામે રહેતા મહિલા ખેડૂત જોશીલાબેન ઉદેશીંગ ભાઈ વસાવા ખેતી તથા મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોશીલાબેન રાજપોર ગામની સીમમાં આવેલ ખેતર છેલ્લા પાંચ વર્ષથી ખેડે છે. ગતરોજ જોશીલાબેનનો દિયર અશોક વેચાણભાઈ વસાવા તેમના ઘરે આવ્યો હતો અને તેમને ગમે તેમ ગાળો બોલવા લાગેલ. જેથી તેમણે જણાવેલ કે તમે કેમ ગાળો બોલો છો? તેમ કહેતા અશોકે જણાવેલ કે તમે રાજપોરની સીમમાં આવેલ ખેતર ખેડો છો તે ખેતર અમારુ છે જેથી હવે તમારે તે ખેતરમાં જવું નહીં. જોશીલાબેને અશોકને જણાવેલ કે તે ખેતર અમે છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ હવે તમને આ ખેતર કેમ યાદ આવ્યું ? એમ કહેતા અશોક એકદમ ઉશ્કેરાઇ જઇ નજીકમાં પડેલી લાકડી વડે તેની ભાભી જોશીલાબેન પર હુમલો કરી માર માર્યો હતો. આ દરમિયાન જોશીલાબેનનો પુત્ર વિરલ આવી જતા તેમણે તેને વધુ માર માંથી બચાવ્યો હતો. અશોક જતા જતા ધમકી આપતો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો