ભક્તોની ભીડ:શ્રાવણના પ્રથમ શનિવારે ભકતોએ ગુમાનદેવના દર્શન કર્યા

ઝઘડિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે ગુમાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી. - Divya Bhaskar
શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે ગુમાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી.
  • ભરૂચ અને અંકલેશ્વર સહિતના સ્થળોએ શ્રદ્ધાળુઓએ પગપાળા આવી શીશ નમાવ્યું

ઝઘડિયાના ગુમાનદેવ ખાતે આવેલ ગુમાનદેવ દાદાનું મંદિર અતિ પ્રચલિત છે.અહીં બિરાજમાન ગુમાન દેવ દાદા હાજરાહજુર હોવાની લોકોમાં આસ્થા છે. તે પોતાના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પવિત્ર શ્રાવણ માસના શનિવારે દરેક હનુમાન મંદિરમાં સુંદરકાંડ,ભજન,ભંડારા યોજવામાં આવશે. તેમાં ઝઘડિયાના ગુમાનદેવ મંદિર પ્રત્યે ભકતોને આસ્થા હોય દૂરદૂરના ગામોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટે છે.

આ મંદિર સાથે વણાયેલ દંતકથા મુજબ લંકા ઉપર વિજય મેળવ્યા બાદ હનુમાનજી ભગવાન રામ સાથે અયોધ્યામાં આવીને વસ્યા હતા. શ્રી રામાનંદ સંપ્રદાયના મહાન સંત શ્રી સ્વામી ગુલાબદાસજી અયોધ્યાના આ હનુમાનગઢી ની સાગરીયા પટીના સંત હતા તેઓ ૫૦૦ વર્ષ અગાઉ ઝઘડિયા નજીક આવેલા મોટા સાંજા ગામ પાસે આવી વસ્યા હતા. ત્યાં એક રાતે ગુલાબદાસજીને એવો ભાસ થયો કે જાણે હનુમાનજી તેને સ્વપ્નમાં આવી સંકેત આપે છે કે અહીં થોડા જ અંતરે મારી મુર્તી છે અને એક શિયાળ તેને વળગી રહ્યું છે અને કેટલાક લોકો તેને મારી નાખવા માટે મારી રહ્યા છે.

તમે ત્યાં જઈ તેનું રક્ષણ કરો.એવો ભાસ થતાં જ ગુલાબદાસજી ત્યાં ગયા અને તે જગ્યાએ કેટલાક ગોવાળો એક શિયાળને મારી રહ્યા હતા. આ શિયાળ મુર્તિને ચોંટી રહી હતી.ગોવાળીયો આ શીયાળ રોજ જ આમ કરે છે કહેતા ગુલાબદાસજીએ આદેશ કર્યો કે ભાગ હીંયા સે એમ કહેતા જ શિયાળ નાસી છુટયા હતું. આ ચમત્કાર આસપાસના ગામોમાં પહોંચતા લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ ગુમાનદેવ દાદાની મૂર્તિ હનુમાન જયંતિના દિવસે સ્થાપિત કરવામાં આવી હતી.અહીં હનુમાનજી હાજરા હજૂર હોવાના પરચા અનેક ભક્તો ને મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...