રજૂઆત:દુમાલા વાઘપુર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ચૂંટણી મોકૂફ રાખવાની માગ

ઝઘડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પંચાયતને રજૂઆત

ઝઘડિયા તાલુકાના દુમાલા વાધપુરા ગ્રામ પંચાયતમાં હજી ઉપ સરપંચ તરીકે કાયમી નિમણુક કરવામાં આવી નથી. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા ત્રણ સભ્યો આસિફ શેખ, પિન્ટુબેન વસાવા, ફાલ્ગુનીબેન પારેખે તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા, જિલ્લા કલેકટર તથા જિલ્લા પંચાયત ભરૂચ અને આગામી તા. 7 માર્ચના રોજ યોજાનારી ગ્રા.પં.ની ઉપ સરપંચ ચૂંટણીનો કાર્યક્રમ મોકૂફ રાખવા લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉપસરપંચની ચૂંટણી બેઠકનું આયોજન કરેલ છે તે ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે તેમજ કુદરતી ન્યાયનો સિદ્ધાંત અને વિરુદ્ધમાં એકમાત્ર તાલુકા પંચાયતમાં બેઠેલા સત્તાધિશ ઉપ પ્રમુખની શહેમાં આવી કરેલ છે.

અગાઉ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા 15 ફેબ્રુઆરીના રોજ ઉપ સરપંચની ચૂંટણીમાં આવેલ વાંધા અરજી બાબતે તમામ સભ્યોએ હાજર રાખી સુનાવણી કરવામાં આવી હતી. તે કામે જીલ્લા વિકાસ અધિકારીએ કોઇ હુકમ કર્યો હોય તે તેમની જાણમાં નથી અથવા તેમને ટપાલ દ્વારા હુકમની બજવણી કરવામાં આવી નથી, જેથી જ્યાં સુધી તમામ સભ્યોને જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ કાયદેસર રીતે બજાવવામાં ના આવે ત્યાં સુધી કોઈ ઉપસરપંચની ચૂંટણી થઈ શકે નહીં તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપ સરપંચની ચૂંટણી યોજવા અંગેનો કાર્યક્રમ સત્તાધારી પક્ષની શહેમાં ગેરકાયદેસર દબાણમાં આવીને કરેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ નો પત્ર 3માર્ચના રોજનો છે.

તંત્રને ફક્ત માત્ર દુમાલા વાઘપુરા પંચાયતમાં જ રસ હોય તેમ તા.4માર્ચના એજન્ડા કાઢી તા.7 માર્ચના રોજ મીટીંગનું આયોજન કરેલ છે જે દેખીતી રીતે જ કાયદાનો છડેચોક ભંગ કરતું કૃત્ય છે અને માત્ર ત્રણ દિવસના સમયગાળામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખની શહે માં આવી ગેરકાયદેસર મિટિંગનું આયોજન કરેલ છે, જેથી તે અમને કબૂલ મંજૂર નથી. અરજદારોએ જીલ્લા વિકાસ અધિકારીના હુકમ બજવણી થયેથી તેમા થયેલ હુકમ વિરુદ્ધ કાયદેસરની સમય મર્યાદામાં હુકમ વિરુદ્ધ હાઈકોર્ટ માં જનાર છે જે ધ્યાને લઈ 7માર્ચની ઉપસરપંચની ચૂંટણીની નોટીસ પરત ખેચવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...